બે પાંપણની વચ્ચે ભીના પતંગિયાને રાખી એને હળવેથી પંપાળી એની સાથે કરતી વાતો….
ઉજાગરાને આઘા ઠેલી અણદીઠી વાતોને કહીને મીઠા રસને ઘોળી મુજને પ્રેમેથી પી જાતો…..
અડધી રાતે અંધારામાં ઓરડીયે આવીને કહેતા હાલને આપણ ચાંદા સાથે કરીયે મીઠો નાતો …
તારલીયાના તેજે આખું આભ ભરેલું એની સાથે અજવાળામાં ધીમું ધીમું એવું કાં શરમાતો ….
છાને ખૂણે ચાંદો બેઠો મનમાં મનમાં મલકી રૂડી વાતોને સાંભળવા કેવું ધીમેકથી લહેરાતો …..
પચરંગી પીંછાની આજે ઓઢણીયું ઓઢીને ઓલી સરવર પાળે બેસી કેવા કરતા મીઠી રાતો ….
ફૂલ સરીખા દલડાં આજે ધકધક થાતાં એકબીજામાં લીન બનીને કહેતાં મીઠો વિયોગ ન સહેવાતો …
તું માં હું ને હું માં તું ની આ ઘટનાને તુર્ત વધાવી કુદરતની આ રીત નિભાવી પ્રેમ પરમ છલકાતો….
– હર્ષિદા દીપક