તું છે મારી મણિ ને હું છું તારો મટકું
તું છે મારી મણિ ને હું છું તારો મટકું ,
જાનુડી ને બકુડી પાછળ હવે નહિ ભટકું
તું છે મારી મણિ ને હું છું તારો મટકું .
તું મઘમઘતું ગુલાબ હું ઝાકળનો છાંટો ,
સપનું બની મારજે મારા દિલમાં આંટો .
મનની સપ્તરંગી દોરીએ હવે નહિ લટકું
તું છે મારી મણિ ને હું છું તારો મટકું .
મૃગનયની જેવું ઝગમગ નૂર ચળકે ,
તારું હસતું વદન મારાં હૈયામાં મલકે .
પ્રેમમાં પડ્યો ક્યાંય હવે નહિ અટકું ,
તું છે મારી મણિ ને હું છું તારો મટકું .
કવિ જલરૂપ