આવી ભળી છે,,,
જાત મારી જાતમાં આવી ભળી છે,
જાતે આવી જાત પર, કેવી મળી છે.
શ્વાસ માં ગુંજી રહી સરગમ બની ને,
એક ઈચ્છા મારી એ રીતે ફળી છે.
વ્યસ્ત છે એ વ્રુક્ષ મસ્તી ની પળોમાં.
બેફીકર થઈ વેલ ડાળી ને વળી છે.
હું વિચારોને વિચારી ને વિચારું ,
ખાનગી માં વાત મારી સાંભળી છે.
નીકળીને લ્યો,કળીથી મ્હેક મ્હેકે,
રાત રાણી ની સવારી નીકળી છે.
– દિલીપ ઘાસવાલા