દિલની વાત તમને કહી,
દિલ લગાવી યાદ રાખજો.
યાદ આવે અમારી તો,
માત્ર એક સાદ કરજો.
હૈયું છે અમારું ખુલ્લું આસમાન,
એક ફુરસદ મળે તો વિહાર કરજો.
લાગે છે અધૂરપ તમોને દોસ્ત…!
પાંપણને પલાળી એકવાર વાત કરજો.
ખોવાયો છું તમારી લાગણીમાં આમ,
દિલની ભીતળમાં જઈ શોધ કરજો.
કરીશું સઘળું સમર્પણ તુંજ થકી “ગોહિલ”
પ્યાર સફળમાં થોડો ઈન્તજાર કરજો.
✍️ દિલીપસિંહ ગોહિલ
Continue Reading