એમ ઘડીકમાં થોડો મળશે, ફટાક દઈને,
દરવાજો થોડો છે?,ખૂલશે, ખટાક દઈને!
નાની વાતોમાં તું રીસાય, કેમ ચાલે?
બહુ બહુ બે લાફા મારીએ, સટાક દઈને!
પાયમાલીનો ધંધો છે પ્રેમ, કેમ ના જાણું?
ચૂકવ્યા ‘તા દામ આ દિલ ભોળું ભટાક દઈને!
ને પાછા ભોળા થઈ પૂછે છો, તું કેમ છે?
તું જ તો ગઈ ‘તી ઘાવો લાલ ચટાક દઈને!
શંકરને ઝેર સંઘરવું પડ્યું છે કંઠમાં,
ને હું અપમાન પણ પી ગયો છું, ઘટાક દઈને,
પાણીથી નાહ્યો, લાગણીથી ભીંજાવું છે,
એટલે પડ્યો તારા દિલમાં, ધબાક દઈને.
~ ડો. હિતેશ પટેલ ‘હિત’