એ ઘર મંદિર અહીં થઈ જાય છે,
જે ઘરમાં કંકુ પગલા થાય છે.
પહેલાં માંડવો રોપાય છે,
પછી આ દીકરી સોંપાય છે.
નદી વ્હાલની દઈ દાનમાં,
પિતાની આંખ પાવન થાય છે.
મહેંદી મુકેલા હાથોને ખોઈ,
હિમાલય ખુદ ગંગા થાય છે.
ખુણામાં કંકુ થાપા જોઈને,
સવારે ભીંત બસ ડૂમાય છે.
ને સુના ઘરને આશ્વાસન દેવા,
હસીને આંસુડા પીવાય છે.
શૈલેષ પંડ્યા “નિશેષ”