બા…! ઓ મારી બા…!
બારી મને તારી વ્હાલી,
વરસતી રોજ હેતની પ્યાલી-પ્યાલી…(1)
બા…! ઓ મારી બા…!
કંઠેથી તારા વહેતી કૂક ન્યારી,
હાલરડામાં ગાતી કેવું કાલી-કાલી…(2)
બા…! ઓ મારી બા…!
પાલવથી લુછતી મારી લાલી,
સ્નેહથી થાતી તું કેવી ઘેલી-ઘેલી…(3)
બા…! ઓ મારી બા…!
ડગલીએ-પગલીએ મને ઝાલી,
ઓવારણા કેવા લેતી દોડી-દોડી…(4)
બા…! ઓ મારી બા…!
જતન કર્યુ જાતથી ઝીણું,
રોપ્યા બીજ,ડાળીઓ ફૂલી-ફાલી…(5)
બા…!ઓ મારી બા…!
બારી મને તારી વ્હાલી,
વરસતી રોજ હેતની પ્યાલી-પ્યાલી…(6)
– “વાસુ” નીતિન પ્રજાપતિ