ગરજે એ તો સાવજ જેવું
દુશ્મન લાગે એને મારણ જેવું.
મરી પરવરવું દેશ રક્ષા કાજે
એજ છે મનમાં એના તારણ જેવું.
સરહદે સદા અડીખભ ઉભા રહેતા
દેશવાસીઓનુ હિત એને લાગે કારણ જેવું.
મા ભોમ આંખોમાં હરદમ છવાઇ છે
વહોરવી શહિદી એને લાગે સ્વર્ગનું બારણ જેવું.
આ દેશના જવાનોની ગર્જના સરહદે ગૂંજતી રહેશે સદા
ને “નીલ” દેશવાસીઓને લાગશે કોઇ નિર્ભય શરણ જેવું .
-“નીલ ” :નિલેશ બગથરિયા