છંદ : ગાગાગાગા ગાગાગા
કોણે દીઠી આવતી કાલ
ચાલને થોડું સાથે ચાલ
એકલવાયું જીવન છે
બંનેના છે સરખા હાલ
ફૂલો રંગે ફિક્કા છે
ચમકીલા છે તારા ગાલ
ફૂલગુલાબી મોસમ છે
એકબીજાને કરીએ વ્હાલ
પ્રેમના પંથે ચાલી જો
થઈ જાશે તું માલામાલ
પ્રેમમાં અવ્વલ રહેતો હતો
થઈ ગ્યા મારા કેવા હાલ
તારી સાથે રહીને થઈ
મારા માથે પૂરી ટાલ
જુઠ્ઠાઓને જલસા છે
સાચાઓના બૂરા હાલ
નેતા રાજરમતમાં મસ્ત
જનતા થઈ ગઈ છે બેહાલ
નાની અમસ્તી વાત હતી
થઈ ગઈ એમાં મોટી બબાલ
ધર્મ અલગ પણ તેથી શું
સૌનું લોહી રંગે લાલ
ધર્મ અલગ પણ તેથી શું
મંઝિલ એક જ જૂદી ચાલ
દુશ્મન નહીં એ દોસ્ત હશે
કોણે ચાલી આવી ચાલ
તોયે દુશ્મન ફાવી ગ્યા
મિત્રો મારા જાણે ઢાલ
ધરતી ઊપર સ્વર્ગનું સુખ
જેણે પામ્યું માનું વ્હાલ
ગઝલકાર : ઉદય શાહ