ધોમધખતી એમ સાવ બપોર છે,
જાણે લાગી લાહ્ય મા’લી કોર છે!
કો’ક દી લાગે એ મીઠ્ઠો બાલ ને,
કો’ક દી તડકો કજીયાખોર છે!
ભડભડે છે ચૈતરીનો તાપ આ,
રાહ ઊભા દાઝતા આ થોર છે!
જાંખરા જાડી બધું ભડકે બળે,
વીરડા નકરા સુકાં ધાકોર છે!
ત્રાટક્યો છે એમ તડકો કેર શો,
ચામડી પણ બાળવાનો તોર છે!
હેમા ઠક્કર “મસ્ત “