વાત બધી મનાવવાં, વાત બધી માનવી પડે;
જાણતાં દુનિયાને પે’લા, જાતને જાણવી પડે,
લૈ બધાં ખુલાસાઓને ;ગામની વચ્ચે શું કરશો!
સત્વ જાણવા માટે, જાતને સમક્ષ આનવી પડે!
એય હવે થાક્યો છે; વર્ષોથી ત્યાં દટાઈને
યોગ્ય દેખાય તો હાથ જો;હીરો ખાણથી આવી પડે!
તારા વગર દિવસો બસ તારીખો બદલાય છે;
આવને અલમસ્ત થઈ; જન્મારો શરમાઈ પડે,
હા, છું ને તારી યાદો ભરપૂર છે;
વેઠું છું એ વેદના વસંતે ફૂલ કરમાઈ પડે;
એ ઈમારતનો મુખ્ય સ્તંભ રહી ચૂક્યો છે;
જેને નામે આજે ઈમારત જગમાં ચર્ચાઇ પડે;
આમ અમથા નાનાં ને મોટાં ના ભેદ મૂકી દો;
શક્ય છે નદીને પામવા આખો સાગર ખર્ચાઈ પડે
– હિમાંશુ મેકવાન