જીત્યા વઞર થોડો રઘવાયો છું
હું જ્યાં ઉભો કાયમ લૂંટાયો છું
થૂંક્યા કરો તોયે ચાટી જાશું
એ રીતમાં થોડો લપટાયો છું.
આવ્યો ઘરે જોને માથું ફોડી.
પત્થર બન્યો ત્યાંથી પટકાયો છું.
કાળી હતી નોટો, ખાલી થૈ ગી,
વાઇટ કરી જુઓ, હરખાયો છું
નભ થી ખરેલો તારો ડૂબી ને,
પાછો તરે, એથી અટવાયો છું.
કચરો કરી નાખો ફોટા છાપી
અસલી ચહેરામાં પરખાયો છું.
કોણે કથા કીધી હારી જાશું
જો આંઞણે તારા ચૂંટાયો છું
~ ડો.પિનાકીન પંડ્યા