તું લાગણીહીન હોય તો વાંક તારો નથી
ઝંખતી હું હોય તો વાંક તારો નથી
સબાબ છે મારી નારાજગીનું માત્રને તું
તને પરવા ન હોય તો વાંક તારો નથી
રંગવા ઈચ્છું છું બધા જ રંગોથી તને
તું જ ઈચ્છાહીન હોય તો વાંક તારો નથી
કહેવું છે તને ‘અ’ થી ‘જ્ઞ’ સુધી બધું જ
મારે ગળે ડૂમો હોય તો વાંક તારો નથી
પ્રેમ તો છે માત્રને તુજથી જ ‘નાઝ’
અજાણ તું હોય તો વાંક તારો નથી.
-નાઝ G