ઈશ્વર સાથે મુલાકાત કરી પૂછવું છે!
માનવમાં દાનવતા કેમ ભરી પૂછવું છે!
આપી ચોખ્ખો ચણાંક દેહ આવો રૂડો,
મનમાં મિલાવટ કેમ! જરી પૂછવું છે!
એઠવાડ પાસે ટળવળતી ભૂખ પર,
નજર ક્યારેય કોઇની ઠરી?પૂછવું છે!
દંભ-દેખાવ કાજ દાનેશ્વરી બનતા,
એને હૈયે કરૂણતા ખરી! પૂછવું છે!
ધરતી પરના સર્વ જીવનો પોકાર છે,
આવજે ઉગારવા તું ફરી? પૂછવું છે!
–’ પાયલ ઉનડકટ (PU)