બેઘર ના કરતાં ઉતારો દઇ.
મળશે નહીં અમ જેવું લાખો દઇ.
સ્વીકારો તો એમ જ સ્વીકારો,
થાકી છું રોજ જવાબો દઇ.
ઉત્સવ સમજી સ્થાપ્યાં છાતીમાં,
એ ચાલ્યાં મને પીઠે ખો દઇ!
લો જી લઇ જાઓ આ સ્મરણોને,
ખુબ રાખ્યાં આંસુ ભરી રાતો દઇ.
તમને સારું છે ને?પૂછે છે,
એ હૈયાને ડામ હજારો દઇ.
સાવ બધાં અહીં નિશ્ચિંત થયા છે,
સમજુંને સમજણનો ભારો દઇ.
–’ કાજલ કાંજિયા “ફિઝા”