ભોમ…
ગામ મારું ગોકુળીયું ધામ રે..
હૈયું હરખે એવુ એનું નામ રે…
ભાઇચારાની ના કેવળ વાત રે..
દૈવગુણ સંસ્કારની જ્યાં નાથ રે…
સ્મૃતિ આપીને જગાડી આવતો..
પ્રેમથી સંભાળ લેતો રામ રે…
વિશ્વનો ચિંતક ભલો ગોઠે ચડે..
રાહ જેની ચાલતા એ શ્યામ રે…
થાય ચીર હરણ ભરેલી હો સભા..
પૂરતો જે ચીરને એ કાન રે…
ગાય ગાથા, ગાય ગૌરવ સૌ જનો..
કોખમાં માઁ ભારતીના ગામ રે…
શોધવાથી ક્યાં મળે છે રાહબર..
હર હ્રદયે બેઠો જગતનો નાથ રે..
જે એન પટેલ