રહી અપેક્ષિત આપણે જીવી ગયાં,
થઇ ઉપેક્ષિત આપણે જીવી ગયાં..
છે અપેક્ષા સર્વદા એક પ્રેમની,
રહીને ઝંખિત આપણે જીવી ગયાં..
પ્રેમતૃષ્ણા તરફડાવે કારણે,
રહીને તૃષિત આપણે જીવી ગયાં..
સૉંસરા વાગ્યા ઘણાં ઘા, પ્રશ્નનાં,
થઇને ચર્ચિત આપણે જીવી ગયાં..
આ પ્રણય સ્વીકાર થાયે આપણો,
થઇને અર્ચિત આપણે જીવી ગયા..
ના રહે સંજોગ જો સહવાસનો,
થઇને વર્જિત આપણે જીવી ગયાં…
લ્યો જમાનાને મુકીને બાજુએ,
થઇ સમર્પિત આપણે જીવી ગયાં…..
#પૂર્ણિમા ભટ્ટ “#તૃષા”