લખી શકું ક્યાં તને હું
શબ્દે શબ્દે સરકી જાય છે.
દોરાવાને તને પીંછી ઝબોળું
તું લસરકે લપસી જાય છે.
ના કાવ્ય ના ચિત્ર બને
છતાં તું કમાલની કૃતિ બની જાય છે.
મધુવન ના સહી પણ
જીવતરે અનેરી ખુશ્બુ છોડી જાય છે.
બંધાય ના શબ્દોથી પણ
અહેસાસ ની એક કવિતા મુકતી જાય છે.
રેખામાં ના ચીતરતી તું
હર એક રંગીન સવાર દોરતી જાય છે.
કલા “નીલ”ની તું કાયમ રહી છે
કલમ ,પીંછી, રંગોને હવે ક્યાં મોહતાજ રહી છે?
-નિલેશ બગથરીયા “નીલ”