શૂર એવા ક્યાં હવે લ્યો ! સાંપડે
જેમના માથાં પડે પણ ધડ લડે
આપવો નહોતો કશો આકાર તો
શીદને અમને ચડાવ્યા ચાકડે ?
લ્યો ખુશીને શું સમજવું તે કહો
આંસુ પણ આવે જુઓને તાકડે
નામ કેસરથી લખીને કાગળે
લે અમે તાવીઝ બાંધ્યું બાવડે
જિંદગીને આમ ઢળતી જોઇને
સાંજ પણ આવી ઢળે છે બાંકડે
સાલસ