શ્વાસોમાં રાખીશ હંમેશા એવું કહેતો,
થોડીવાર શ્વાસને અટકાવીને તો જો……!!
મને શું કામ ઝાંખે ભીતર તું હંમેશા,
તારા અક્સ ને દર્પણ બતાવીને તો જો…!!
ચંચળ નયનને રમાડી ચાલ્યો ગયો
સપનાઓને થોડીવાર સજાવીને તો જો….!!
મુગજળ માની તું દોડતો રહ્યો બેલગામ,
અતૃપ્ત ઈચ્છાઓને બોલાવીને તો જો….!!
ગમતી પળ હવે ક્યાં મળે તારી યાદોમાં
વેદનાઓને તારી ખુશીમાં નચાવીને તો જો….!!
રૂપાલી ચોકસી “યશવી”