હસવું એનું અમથું-અમથું
અમને બહું ગમતું-ગમતું.
હૈયામાં એ નેહ ભરતું-ભરતું
આંખે ખુશ થઇ નીતરતું-નીતરતું.
સપને આવી એ તો બસ!વસતું-વસતું
સવાર પડે ને હળવેથી ખસતું-ખસતું.
છે આમ તો અજાણ્યું-અજાણ્યું
તોય લાગતું પોતીકું-પોતીકું.
ફરી મળશે કે કેમ?
ના એતો જાણ્યું -જાણ્યું.
છતાં કહી શકાય ખરું “નીલ ”
મજાનું એ સ્મિત મનભરીને માણ્યું-માણ્યું.
રચના:નિલેશ બગથરિયા
“નીલ “