મયની ખુલ્લી કિતાબના પાનાની પાછળ છે મોહોરો
દરેક પાનાના અધુરા પ્રકરણોનો જવાબ છે આ ચહેરો
માંગી લો દુનિયાભરની ખૂશી આપી દેશે આ મોહરો
લાખો રિયાસતોને ગુમાવી બેઠેલો નવાબ છે આ ચહેરો
કૈંક પાનખર,થંડી-ગરમીની મૌસમ ઝીલે છે મોહરો
તમારા નામની એક વંસતનો રૂવાબ છે આ ચહેરો
તમે નહી આવો એ શકયતાને વળગી રહ્યો છે મોહોરો
જો તમે આવશે તો નમી પડે તેવો આદાબ આ ચહેરો
(નરેશ કે.ડૉડીયા)