આદમીનું એ જ તો છે ડીંડવાણું
આદમીનું એ જ તો છે ડીંડવાણું
રોજ આલાપે શિકાયતનું જ ગાણું
જાતને ઘસતો નથી, ખસતો નથી ને
એ છતાં શોધ્યા કરે સાફલ્યટાણું
મેશ મંગાળે નહીં વળશે કદી યે
નાખ ઈચ્છાનું ભલા એકાદ છાણું
કામ તારાં એમ ના થાશે કદાપી
સૌ પ્રથમ સાહેબનું ભર ઘોરભાણું
સીમમાં ખેતર નથી ને ગામમાં ઘર
બેઉ સ્થિતિમાં કહો કોને વખાણું
સાલસ