આજ જીવાય તો ભયો ભયો..
કાલની ચિંતા મનમાંથી ભગાડી
આજ જીવાય તો ભયો ભયો.
દોસ્તો સાથે આ દિલ લગાડી
બની જવાય ઢાલ તો ભયો ભયો.
કાલનું કામ આજ પર અજમાવી
થાય જો એક પ્રયત્ન તો ભયો ભયો.
આ મંઝિલનુ શમણું મનમાં ઉગાડી
સમયસર સવારે નીકળાય તો ભયો ભયો.
ચહેરા પર મહોરા એકવાર જાય ઉપડી
ને આ રંગમંચે ઓળખાય જવાય તો ભયો ભયો.
બની માણસ આ સફરમાં ઉપડી
મળે ગમતું માણસ તો ભયો ભયો.
દિલના કોઈ ખૂણે ભીનાશ ઉગાડી
“નીલ ” લીલુંછમ જીવાય તો ભયો ભયો.
નિલેશ બગથરિયા “નીલ”