આપી દે
આપવાનું હોય, આપી દે મને!
કે પછી આવીને શ્રાપી દે મને!
પાનખરમાં પર્ણ પીળું થઇ ખર્યો!
આવ ને ધરતીમાં ખાંપી દે મને!
વૃક્ષ હારોહાર હું ઉભો રહ્યો!
છોડ એને ને તું કાપી દે મને!
માપમાં કાયમ રહ્યો છું હું છતાં
હોય શંકા, આવ માપી દે મને!
શબ્દ સમજાતા જ ના હો તો હરિ
શબ્દની વચ્ચે તું છાપી દે મને!
– હરિહર શુક્લ “હરિ”