આતુરતાનો હવે અંત લાવો
આતુરતાનો હવે અંત લાવો
શમણાંની સફરનો છેડો લાવો.
આભાસી બની રહેશો ન આમ
જાત તમારી હવે રૂબરૂ લાવો.
બારણ બંધ કયાં સુધી રાખશો
હાજરી તમારી હવે ખુલીને લાવો.
આમ તો કશું કહેતાં નથી તમે
પણ હવે વાતોની ઝોળી ભરીને લાવો.
મોડું હજી થયું નથી ને માટે કહું છું
ટાણું સાચવવા સમય થોડો વધારે લાવો.
આ એકલાં બહું ચાલીને થાકી જવાયું “નીલ”
માટે પધારો હવે ને આ સફરે સંગાથનો રંગ લાવો.
નિલેશ બગથરિયા
“નીલ “