આયનાનો પ્રયોગ નવતર છે
આયનાનો પ્રયોગ નવતર છે
બિંબનું આ નજરમાં ચણતર છે
તોરણો બાંધી બેઠી પાંપણ પર,
સ્વપ્ન આંઠે પ્રહર છે, પડતર છે
દોષ એકાંતનો નથી એવો,
ટોળું એનાં સ્મરણનું કળતર છે,
રાખી સાક્ષાત હાજરી કેવી,
એમનાં હર પ્રસંગ, વણતર છે
લાગણીનાં કથનને ઝીલ્યા મેં,
શબ્દથી એ ગઝલમાં જણતર છે
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’