બહેન યાચું તવ નયનની દિવ્ય દ્રષ્ટિ
બહેન યાચું તવ નયનની દિવ્ય દ્રષ્ટિ,
થયા કરે બહેના અવિરત પ્રેમ વૃષ્ટિ !
મારુ અંતર ચાહે હંમેશાં બહેન તને,
આશિષ આપજે ,ઉરની લાગણીઓ વડે !
ભીંજાઈ જાય તારા સ્પર્શે ,સઘળી સૃષ્ટિ ,
થયા કરે બહેના , અવિરત પ્રેમ વૃષ્ટિ !
તું મારી બહેન, લાડકી હું ભઈલો તારો ,
સૂતરને તાંતણે સુરક્ષિત વચન મારો !
તારી રક્ષાને આપતો રહીશ હું પુષ્ટિ ,
થયા કરે બહેના અવિરત ,પ્રેમ વૃષ્ટિ !
બહેની ચરણે રાવણ પણ રામ થાતો ,
જગનિયંતાએ ઘડયો આવો રૂડો નાતો !
‘કાન્ત ‘ હરી લે બહેન તારી બધી કષ્ટિ ,
થયા કરે બહેના , અવિરત પ્રેમ વૃષ્ટિ !
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘