તું
બસ હરિ બસ બોલ તું!તું
બસ હરિ બસ બોલ તું!
ભેદ ને ભ્રમ ખોલ તું!
છાલ ઉપર છાલ છે
ધૈર્ય રાખી છોલ તું!
પૂરવથી પ્રગટયો પવન
વૃક્ષ સંગે ડોલ તું!
વાંસળી વાગે વને
જો બજાવે ઢોલ તું!
શામળો તુલસી લઈ
વાળી સાથે તોલ તું
પ્રગટ થઇને પાળજે
વણદીધેલો કોલ તું!
બીજ મેં વાવ્યા હરિ
ને ઉભેલો મોલ તું!
– હરિહર શુક્લ