વૃક્ષ વૃક્ષના બાગ-બગીચે
બેસું છું એક વૃક્ષની નીચે.
હરિયાળું આ ઘાસ પવનમાં હીંચે
પતંગિયાં પાંખ ખોલે ને મીંચે
ભમરો પોતાના ગુંજનમાં
ફૂલનો આસવ સીંચે..
ઊડતાં આ દ્રશ્યોની સાથે
આંખ મળે
ને સાંજ ઢળે
ને મારી ભીતર એક વૃક્ષ આખેઆખું.
અંધકારમાં ખીલે તારલા ફૂલો જેવા
પતંગિયાંની પાંખો પહેરી હું પવનમાં તરતો
જાણે કોઇ આગિયો
ઝીણું ઝીણું તેજ લઇને ગુંજે
એક સુવાસિત ગીત.
અખિલ-નિખિલની પ્રિત લઇને
હરિયાળું આ ઘાસ પવનમાં હીંચે
મારા બાગ-બગીચે.