ભાવમાં એક સમભાવ મળે
દુનિયા આખી નંદનવન બને.
રંગ લોહીનો એક જો દેખાય
તો માણસાઇનો એક રંગ બને.
પડી રહેલી જીવતરે આ ખાઇ વચ્ચે
સમભાવની સાંકળ માનવ મને બને.
સંબંધોની આ વ્યવહારિકતા વચ્ચે
સાહજિકતાની કોઈ સરિતા બને.
આ માણસ જ્યારે માણસને મળે “નીલ”
બન્યા છીએ માણસ એ સમભાવ પરસ્પર બને.
નિલેશ બગથરિયા
“નીલ “