ભાવના !
ભાવના તો શ્વાસમાંયે નીતરે,
પ્રેમથી એ ભીતરેથી ઊતરે !
રોમ મારાં ફરકતાં સાધક બની ,
વીજળીયે ભાત સુંદર ચીતરે !
આશ છે માનવ તણી આ ભાવના,
ચાડિયોયે માપ લૈ ને વેતરે !
આપણે તો આજ માણસ થૈ ગયા,
સમય છો ને ભૂતકાળે ખોતરે !
ભાવનાના મનમહીં છે બેસણા,
‘કાંત ‘ અંતર ભાવનાને નોંતરે !
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત