હું તો ઘવાયો છું નજરુંના બાણથી,
ઓળખે છે લોક મને, હવે એની ઓળખાણથી,
ક્યાં હતી જાણ મને પ્રેમના દસ્તૂરની,
અજાણતા જ કરી બેઠો, મહોબ્બત અજાણથી,
માંગે જો એ હૃદય અને સોંપી દઉં જીંદગી,
ચાહું છું એને હું વિશેષ મારા પ્રાણથી,
એક ક્ષણ પણ એને ભૂલાવવું મુશ્કેલ છે,
જોડાઇ ગયું છે દિલહવે દિલના જોડાણથી :
હું તો ઘવાયો છું નજરુંના બાણથી,
ઓળખે છે લોક મને, હવે એની ઓળખાણથી :
-રાજેશ પી. હિંગુ ‘મન’