ગળામાં કેમેરો ટાંગીને ,
મોં સુઝણા સમયે
આભમાં કંકુ વર્ણ સુરજ
નીરવ જંગલોમાં જંગલી પ્રાણીઓ
ખેતરો માં લહેરાતો પાક
બાગબગીચાઓમાં ફૂલ ને પતંગિયાઓ
નદીઓનો શાંત પ્રવાહ
અને
તેનો કિનારો
આભમાં વિહાર કરતા પક્ષીઓ
દૂર રહેલા ડુંગર પર
મંદિરની ફરફરતી ધજા
સમુદ્ર ના ઉછળતા તોફાની મોજા
પનઘટ પરની પાણી ભરતી પનિહારી
વસંત ઋતુમાં
ગામના પાદરે ઉગેલા
ગુલમ્હોર , શીમળો ને કેસુડો
શેરી ગલીમાં હાંફતું કૂતરું
ને
ઠંડક મેળવવા
વોંકળાના પાણીમાં બેસેલું ભેંસનું ટોળું
ઝૂંપડપટ્ટીમાં રહેલી ગરીબી
શહેરમાં વસેલી અમીરી
સઘળું કેમેરામાં કેદ કરી
ઘેર હસતો હસતો પાછો ફરતો
પણ
સવારે છાપું જલરૂપ ખોલ્યું તો
હું
કોઈકના કેમેરા માં કેદ થઇ ગયેલો.
કવિ જલરૂપ