લગાવી એ ચહેરા ફરે છે
આ તુક્કો રોજ ચાલે છે.
રીંગમાં ઉતર્યા વિના એ લડે છે
બુદ્ધિનો આ મુક્કો રોજ ચાલે છે.
ભાંગી જાય બને એના અરમાનો
છતાં આ ભૂક્કો રોજ ચાલે છે.
વધે ઘટે ભાવ જીવતરે બને ખરું
પણ આ ડુક્કો એનો રોજ ચાલે છે.
થવાયું ન માણસ એનાથી “નીલ ”
છતાં છે માણસ એ કક્કો રોજ ચાલે છે.
નિલેશ બગથરિયા
“નીલ “