ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ
પૂછી શક્યો કે?
માનવનો દેહ લઈને, માનવ બની શક્યો કે? સૌને પૂછે ભલે તું, ખુદને પૂછી શક્યો કે? તારી જ આજુબાજુ, લાખ્ખો રડી...