ફરકી શકશો એક દી’ચોક્કસ
ધજા ધ્યેયની ઊંચી રાખજો.
નીકળી જાજો સવારે સવારે
ને ચાલ બિલકુલ સીધી રાખજો.
ગયા ખાલી હાથ સિકંદરો અહીં
માટે ગર્વની વાતો નીચી રાખજો.
મુશ્કેલ લાગશે આમ જોવા જાઉં તો
પણ આ સત્યને જરા! સાચવી રાખજો.
ફરકશે ધજા સંત, શૂરા ને દાતાની
“નીલ”
ને માટે આ આતમને હવે જગાડી રાખજો.
નિલેશ બગથરિયા
“નીલ “