ના જૂઠી વાતો કર તું દોસ્ત,
ઉપરવાળાથી ડર તું દોસ્ત.
કાંટા કંકર છે રસ્તા પર ,
પગલાં ધીમેથી ભર તું દોસ્ત.
હારીને જીત ફરી પાછો,
ના ઉલ્કા માફક ખર તું દોસ્ત.
લાખ તુફાનો હો દરિયામાં,
બસ, હસતાં હસતાં તર તું દોસ્ત.
માત-પિતાને દિલમાં રાખી,
કર! સ્વર્ગ સમું ઘર તું દોસ્ત.
કવિ જલરૂપ