દુશ્મનીના આ અસહ્ય અંધકારે
દુશ્મનીના આ અસહ્ય અંધકારે
એક દીપ હવે તો ક્ષમાનો પ્રગટે.
બેસૂરો આ રાગ સબંધોનો બને
સૂરમયી ક્ષમાનો કોઇ તાલ પ્રગટે.
દેવાને અઢળક હોઇ શકે વસ્તુઓ
જીવને ક્ષમાદાનનો મહિમા પ્રગટે.
બાળે સઘળાં મતભેદો જીવતરે
એવી ક્ષમાની પવિત્ર અગ્નિ પ્રગટે.
ભટકી પડે જીવ વૈર ભાવથી ભવે
ને માટે “નીલ “ક્ષમા રૂપી પથ પ્રગટે.
નિલેશ બગથરિયા
“નીલ “