વંસતના અંદાજમા ફાવે તો ઝાકળ પહેરી ને
બાગોમાં ખીલતા ફૂલોને સતાવીને આવજે તું,
તરછોડાયેલી પળૉના વાદળૉને ભેગા કરીને
કોરી ક્ષણો પર વરસવા મનમુકીને આવજે તું,
સીધી લિટીએ નજરોના તીરનું ભાથુ ભરીને
કૈંકને નશીલી નજરોથી બહેકાવીને આવજે તું,
શ્વેત વસ્ત્રૉને ત્યજીને સંધ્યાના રંગે રંગાય ને
યુવાનીનો ગુલાબી આલમ સજાવીને આવજે તું
આથમતા સુરજને રાતની ખામી ના દેખાય
જુલ્ફોને સુરજની સામે લહેરાવીને આવજે તું,
આજની રાતને વિંનતી સાથે લંબાવી છે
મારી આબરૂ જાળવવા જાળવીને આવજે તું
સ્મરણનું ચાતક વર્ષોથી તરસે છે પિંજરામાં
હોઠોમાં લથબથ ચોમાસું સજાવીને આવજે તું
ફરીથી સજાવીશું એ ભીની લાગણીની મૌસમ,
તારા મૌસમી મિજાજને છલકાવીને આવજે તું
કંઇક ચુમ્બનોના કારસા કરવા છે તારી સાથે
વર્ષાવનો જેવી લાગણીને ભડકાવીને આવજે તું
(નરેશ કે.ડૉડીયા)