હસીને જરાં એ મુંઝારા કરી ગ્યા
ભલેને એ ખોટાં સહારા કરી ગ્યા
બહાના હતાં સૌ ન મળવાનાં એવાં,
અમસ્તા અમસ્તા ઇશારા કરી ગ્યા
પલક પર જો થીજ્યું ટીપું એક ખારું,
દરિયો,ને મોજાં કિનારા કરી ગ્યા
વજનદાર પીંછા એ સંબંધનાં સૌ,
વધ્યો ભાર,એકે હજારા કરી ગ્યા
ના ઉંચકી શક્યા જો નનામી આ તડકા,
તો છાંયા ય ખુદનાં ઉતારા કરી ગ્યા
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’