‘દિલના સંબંધો’ ને તૂટતા જોયાં …
અમે પ્રેમના શબ્દોને ખૂટતા જોયાં ;
ક્યાં હતી મંજિલ અને ક્યાં રહી ગયા ?
અમે હાથોમાંથી હાથોને છૂટતા જોયાં
બદલાયેલા જવાબ એના હોઠોથી મળ્યા !
અમે વિચારોના પર્ણને ફૂટતા જોયાં ;
પ્રેમમાં જિંદગી પણ ઝેર બને છે …
અમે કેટલાય જીવન એમાં ઘૂંટતા જોયાં ;
ભલે અગમ્ય હોય એ સ્પર્શ, કિન્તુ…
અમ પુષ્પ સાથે કંટક પણ ચૂંટતા જોયાં ;
કોના પર મૂકી શકાય? વિશ્વાસ જેનું નામ છે,
અમે પોતાનાઓના હાથે જ ખુદ્દને લૂંટતા જોયાંઃ
-રાજેશ પી. હિંગુ ‘મન’