હોય ના ડગ, પણ ડગર તો એક છે સાથી,
શ્વાસમાં શ્વસતું નગર તો એક છે સાથી,
ભાગ્ય ભીનું હોય ના,તો શું કરીએ પણ ?
મોસમી ઝરમર,અસર તો એક છે સાથી
છો અનાયસ પણ મળે બન્નેનાં પડછાયા,
સાથ આભાસી,સફર તો એક છે સાથી,
ન્હોર છે તાજાં,જમાનાનાં, હૃદય પર,પણ
દર્દનો વધતો કહર તો એક છે સાથી,
છે ફિકર છાની ઉભયની બસ હયાતીની,
શોધતી બન્ને નજર તો એક છે સાથી,
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’