કાફલો આ જાણકારો લૂંટશે
કાફલો આ જાણકારો લૂંટશે,
ફૂલનેયે બાગબાનો ચૂંટશે.
ખોલવા છે દ્વાર નેયે પ્રેમથી,
બસ હવે તો આયખુંયે ખૂટશે.
ગીત ગાવું છે મને તો એમનું,
ગઝલ પોતે ઝાંઝ આજે ફૂટશે.
કાયમી છે લાગણીયે એમની,
રણ વચાળે વીરડી થૈ ફૂટશે.
‘કાંત ‘નાયે ઓરતાં છે બોલકાં,
રોજ રાતે ,કાન જાલી પૂછશે.
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘