શોભનાની ઊર્મિનું સરવર કલાપી,
ઝાંઝરીથી રણઝણે પગરવ કલાપી
ટેરવે નર્તન કરે છે સ્પર્શ રૂડાં,
મોરપંખી રેશમી ફરફર કલાપી,
લઇ વિરહની વેદના તડપે હ્રદયમાં,
છે સ્મરણનું મેઘલું ઝરમર કલાપી,
કેટલાંયે પક્ષીના ટહુકા ભર્યા છે,
શોભનાની આંખનો કલરવ કલાપી
વાયરાની મસ્તી, લટ ચૂમે અધરને,
લ્હેરખીની આછેરી સરસર કલાપી
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’