કેદૂણો તરસાવે છે આ મેઘ બાઈજી !
પાણી કયાં વરસાવે છે આ મેઘ બાઈજી ?
કાળી ઘટા સાવનની ,દોડે છે ઘટ ઘટમાં,
સૂકાઈ ગયાં છે પાન , પાદરના વટના !
કૂવાના જળ પણ ઊતર્યાં છે પાતાળમાં !
તરશ કયાં છિપાવે છે આ મેઘ બાઈજી ?
છે ધરતીનો લાડો ,મીં આવે ;આવે માધો,
ઝં ખે એને સૌ સંસારી અને ઝં ખે સાધો !
કરે મોર કેકારવ , બપૈયા -દાદુર બોલે,
નાતો કયાં નિભાવે છે આ મેઘ બાઈજી ?
લીલી ઓઢણી ઓઢવાની ધરાની ઈચ્છા,
કેમ કરતો નથી એ ઘરવાળીની પૃચ્છા ?
કહી દ્યો એને ઝટપટ એ અંતરપટ ખોલે,
શાતા કયાં પસરાવે છે આ મેઘ બાઈજી ?
સચરાચર વરસે , ગાજવીજ થઈ ડણકે ,
એના આગમને ભલભલાની છાતી થડકે !
ગગન વિહારી એ ધરા પર આવે વટથી,
‘કાન્ત’ ને કેમ વિસરાવે છે આ મેઘ બાઈજી ?
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘