કેટલી કરવાની મારે રાવ અહીં?
ઓ ખુશી ! ક્યારેક તો તું આવ અહીં
કાચઘરમાં તરફડે છે માછલી,
શ્વાસમાં કાગળની છે આ નાવ અહીં
કઇ રમત,કઇ છે નવી બાજી હવે,
હારવાનો છે સતત આ દાવ અહીં
સૌ ક્ષણોને જો રઝળતી તેં કરી,
બેવફા, નાચીઝનો શિરપાવ અહીં,
ભીતરે જો હોય તો સંતાડી દઉં,
ઢેર માખીઓ, ને ખુલ્લો ઘાવ અહીં,
પૂર્ણિમા ભટ્ટ. ” તૃષા’