આખરે ઉજાગરાનો અંત આવ્યોઃ
લગ્ન ઉકલી ગયા!
મા હવે ઘરની ચીજ વસ્તુઓ ગણે છે;
સંભારી સંભારી મેળવે છે,
સંભારી સંભારી ગોઠવે છે;
થાળી,વાડકા,ગ્લાસ,ડીશ-
બધું બરાબર છે.
ક્યાંય કશું ખોવાયું નથી,
કશુંજ ગયું નથી,
પણ અચાનક કંઇક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે ઉભી રહી જાય છે,
આંખ માં થી ટપકું-ટપકું થાય છે,
ખારો ખારો પ્રશ્નઃ ” મારી દિકરી ક્યાં?”