કિનારો કરીને ગયો છે જમાનો,
વમળ થઇ નવાં સૌ રચાયા રહસ્યો
ઘણી બૂમ પાડી કર્યો પણ તમાશો,
તમાશો થઈ છેતરાયા રહસ્યો
સખા પૂરવાં ચીર એકે ન આવ્યાં
બજારે બજારે લૂંટાયા રહસ્યો
ન રાખી શરમ કોઇએ આંખની પણ,
બધાં ખુદથી ખુદમાં ફસાયા રહસ્યો
ચડ્યું મૌન પણ સત્યની લ્યો શૂળી પર,
ને શ્વાસોચ્છવાસે ઘુટાયા રહસ્યો
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’