કોડિયું
કોડિયું તો રાતભર જીવી ગયું,
વાટ એની કોઈ સંકોરી ગયું.
રાતરાણી રાતની પાસે હતી,
હોઠ એના કોણ સીવી ને ગયું ?
જિંદગી ને મોતથી છે રૂસણાં ,
આયખું તો પ્રેમથી બોલી ગયું.
બારણાં ને બંધ રાખી હું બેઠો,
દ્વાર ઉરના કોણ ખોલી ને ગયું ?
થોર ઊગે આજકાલે હાથમાં ,
‘કાંત’ને ફૂલ પણ ઠોલી ને ગયું.
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘